Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ફ્રાન્સ સાથેના મોદી સરકારના ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદા મુદ્દે શુક્રવારે પણ લોકસભામાં સમરાંગણ જારી રહ્યું હતું. રાફેલ સોદા પરની ચર્ચામાં ભાગ લેતાં કેન્દ્રીય સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામને એનડીએ દ્વારા કરાયેલા રાફેલ સોદાને યથાર્થ ઠેરવવાનો પ્રયાસ કરી યુપીએ સરકારને આરોપીનાં પીંજરામાં ઊભી કરવાનો પ્રયાસ કર્યો હતો. શુક્રવાર સવારથી જ કોંગ્રેસે રાફેલ સોદા મુદ્દે આક્રમક વલણ અપનાવી મોદી સરકારને ઘેરવાનું શરૂ કરી દીધું હતું. નિર્મલા સીતારામન લોકસભામાં ચર્ચા પરનો જવાબ રજૂ કરે તે પહેલાં કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ સંરક્ષણપ્રધાન અને પીએમ મોદી પર સવાલોની ઝડી વરસાવી દીધી હતી. લોકસભામાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ સરકારે રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાના કોંગ્રેસના આરોપોનું પુનરાવર્તન કર્યું હતું. ચર્ચાનો જવાબ આપતાં નિર્મલા સીતારામને એનડીએ સરકાર દ્વારા કરાયેલા રાફેલ સોદાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરી કોંગ્રેસ જુઠ્ઠાણાં ફેલાવી રહી હોવાના આરોપ મૂક્યા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ