ગુજરાતમાં કોરોના મહામારીની સૌથી વધારે અસર અમદાવાદમાં જોવા મળી રહી છે. તેવામાં જગન્નાથ મંદિર દ્વારા સતત રથયાત્રા કાઢવા મામલે તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પણ આ મામલે હાઈકોર્ટમાં રથયાત્રા રદ કરવી જોઈએ તેવી અરજી થઈ હતી. જેની સુનાવણી કરતાં હાઈકોર્ટે રથયાત્રા કાઢવા પર રોક લગાવી દીધી છે. આમ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા અમદાવાદમાંથી નીકળશે નહીં. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે ગુજરાત હાઈકોર્ટે આ નિર્ણય કર્યો હતો.