કોરોના વાઈરસના ફેલાવાને કાબૂમાં લેવા માટે લાગૂ કરવામાં આવેલા લૉકડાઉનના પગલે સંકટનો સામનો કરી રહેલી અર્થ વ્યવસ્થામાં પ્રાણવાયુ ફૂંકવા માટે સરકાર મોટા પગલા ભરી રહી છે. જે અંતર્ગત આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે મોટી જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, કોરોના સંકટ વચ્ચે બેંક તમામ સ્થિતિ પર નજર રાખી રહી છે. કોરોનાના કારણે દેશનો GDP ગ્રોથ રેટ ઘટશે, પરંતુ બાદમાં તેમાં તેજી જોવા મળશે.
RBI ગવર્નરે રિવર્સ રેપો રેટમાં 0.25 ટકાનો કાપ મૂક્યો છે. આ સાથે માર્કેટમાં આર્થિક સંકટના સર્જાય તે માટે 50 હજાર કરોડ રૂપિયાની વધારાની મદદની વાત કહી છે.
રિવર્સ રેપો રેટમાં કામ મૂકવાથી સામાન્ય નાગરિકને સીધો ફાયદો થશે. આ જાહેરાતથી બેંકો પાસે વધારે રૂપિયા રહેશે. જેથી બેંકો લોકોને લોન આપી શકશે. એવામાં આ એલાન બાદ બેંકો પર લોન પર વ્યાજદરો ઓછુ કરવાનું દબાણ આવશે.
કોરોના સંકટના કારણે ભારતની GDP 1.2ની ગતિએ વધશે, જે G-20 દેશોમાં સૌથી શ્રેષ્ઠ સ્થિતિ છે. વિશ્વમાં 9 ટ્રિલિયન ડૉલરનું નુક્સાન થવાનું અનુમાન છે, પરંતુ જ્યારે કોરોનાનો કપરો સમય પસાર થઈ જશે, ત્યારે ભારતની GDP એક વખત ફરીથી 7થી વધૂની ઝડપે વધશે.
RBI ગવર્નરે જણાવ્યું કે, માર્ચ 2020માં નિકાસમાં ઘટાડો આવ્યો છે. આમ છતાં વિદેશી મુદ્રા ભંડાર 476 અરબ ડોલરનો છે. જે 11 મહિનાની આયાત માટે પૂરતો છે. વિશ્વમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે, જેનાથી ફાયદો થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંકટના કારણે ભારતીય અર્થ વ્યવસ્થાની સ્થિતિ ઘણી ખરાબ છે. લૉકડાઉનના કારણે મોટાભાગના કામ-ધંધા ઠપ્પ છે. જેના કારણે દરરોજ 35 હજાર કરોડનું નુક્સાન થઈ રહ્યું છે. લૉકડાઉનના પ્રથમ તબક્કામાં દેશની GDP અંદાજે 8 લાખ કરોડ રૂપિયાનું નુક્સાન થઈ ચૂક્યું છે.