Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અખબારોના તંત્રીઓને રોજ આવો અનુભવ થાય છે. દર મિનિટ તેમની કેબિનમાં એક હડકવાયો માણસ પ્રવેશે છે. પ્રસિદ્ધ માટે એ ભુરાટો થયો છે. પ્રથમ તો એ મીઠી બાનીમાં લટૂડાંપટૂડાં કરે છે. તમારા અખબારનાં વખાણ કરે છે. પાછો કેન્ડિડ્લી કહે છે કે મેં તમારૂ અખબાર કદી જોયુ નથી. એ માણસ તમારાં ઓળખીતાંનાં નામો આપે છે. અન્ય અખબારોના, પોતાના કોન્ટેક્ટ્સની એ તમને વાતો કરે છે: ફલાણા છાપામાં  ફલાણાભાઈ અમને આવું બધું છપાવી આપે છે. તમે તંત્રી છો એટલે ફલાણાભાઈ કેટલા કરપ્ટ છે એ તમે જાણો છો. તમે મક્કમપણે ના પાડો છો એટલે એ માણસ સામદામભેદદંડ અજમાવે છે. એક તંત્રી તરીકે સેવાનાં કાર્યોને પ્રસિદ્ધ આપવાની તથા દુષ્ટ કૃત્યોને ખુલ્લાં પાડવાની તમારી ફરજ છે એમ તે કહે છે. નાછુટકે એ જાય છે ત્યારે ઝધડતોકકળતો જાય છે. એને ટેવ પડી છે. કોઈ પણ છાપામાં કાંઈ પણ છપાવી શકાય છે. એનિથિંગ ગોઝ. એ માણસ નાથી ટેવાયેલો નથી. હી વોન્ટ ટેક એ નો ફોર એન એન્સર. એક તમને મારવાનું જ એ માણસ બાકી રાખે છે. એ જાય છે અને તમારૂ લોહી પીવા બીજા તમારે દ્રારે ખડો થાય છે: મે આઈ કમ ઈન સર?

        અકબારી પ્રસિદ્ધિ બૂરી ચીજ છે. છાપાંમાં  પોતાનું નામ આવે એ માટે લોકો બહુ રગે છે. તેઓ મોટી લાંચો આપે છે. પત્રકારો મોટી લાંચો લે છે. અભણ અને શ્રીમંત માણસોને પ્રસિદ્ધિનો હડકવા હોય છે. મુંબઈમાં કેટલાંક છાપેલાં કાટલાં છે. તેઓ તંત્રીઓને શીશામાં ઉતારીને પોતાનું ધાર્યૂં છપાવવા માગે છે. ન છાપો તો તેઓ પાછલે બારણેથી લાગવગથી આવવા પ્રયાસ કરશે. આવા લોકોને દુર રાખવા એટલે ગોળાના દડબાં પરથી માખીઓને અને મંકોડાને દૂર રાખવા. ગુજરાતી અખબારોના વાચકો કેટલી વ્યક્તિઓના નામ તથા તેમની તસવીર રોજબરોજ અમુક અખબારોમાં જોશે. આને માટે એક પ્રકારનું કન્સિડરેશન હોય છે. પછી તો કેટલાક રીઢા અને નીંભર સિનિયર પત્રકારો અની થિયરી કાઢે છે કે જેમ વધુ ફરમાયશથી મેટરો છાપીએ તેમ સકર્યુલેશન વધુ વધે. આકડોઓ અને હકીકતો જુદી જ કહી જાય છે.

        થોડા સમય પહેલા એક સુધા ચંન્દ્રન્ વિશે અખબારોમાં પ્રસિદ્ધિનો મોટો સ્ફોટ (એક્સપ્લોઝન) થયો હતો. સર્વત્ર એઓશ્રીની તસવીરો, સિદ્ધિઓ અને જીવનકથાઓ છપાતી હતી. તેમને પગે કશીક ખોડ થયેલી અને છતાં તેમણે એ ખોડને ઓવરકમ કરીને નર્તન કરી બતાવેલું. એ પછી તેમણે નાચ મયૂરી નામના ફિલ્મમાં કામ કર્યૂં હતું. હમણાં તેમણે પતિ પરમેશ્વર ફિલ્મમાં રૂઢીચુસ્ત પતિવ્રતા ગૃહિણીની ભૂમિકા ભજવી હતી. એમને એટલી બધી પ્રસિદ્ધિ મળી હતી કે વાચકોને નવાઈ લાગતી રોજ એની એ વાત, એની એ સિદ્ધિ, એની એ પગની ખોડ, એની એની એ હિમંત, એની બહાદુરી, જયારે ભયકંર પ્રમાણમાં પ્રસિદ્ધિ થવા માંડી ત્યારે લોકોને લાગ્યું કે અખબારોમાં કંશુક કાળું છે. સુધાબહેન ચંદ્રન્ હવે અખબારોમાં પણ લખે છે. રવિવારના ઈન્ડિયન પોસ્ટની સાપ્તાહિક પુરવાણી પોસ્ટસ્ક્રિપ્ટ્સ સુધાબહેન ચંન્દ્રને માય વીક (28મીથી ત્રણ જૂન)માં લખ્યું છે: બુધવારે હું મારી બીજી ફિલ્મ પતિ પરમેશ્વરના રિલીઝ માટે ઈન્દોર ગઈ હતી. મારે આ રિલીઝના સંદર્ભમાં અનેક ફંક્શનોમાં હાજરી આપવી પડી હતી. જાયન્ટ્સ ક્લબ ઓફ માળવાને ઉપક્રમે મેં સમાજના વીકર સેક્શનની મહિલાઓને સીવણમશીનો વહેચ્યાં હતા. બીજે દહાડે હું ભોપાળ ગઈ. ત્યાં મેં પત્રકારપરિષદમાં સંબોધન કર્યું . મેં રંભા નામના એક નવા થિયેટરનું ઉદ્દઘાટન કર્યું. ગુરૂવારે આકાશવાણી ભોપાળે મારો ઈન્ટરવ્યું લીધો. મારી મુલાકાત સમયે જ બે થિયેટરોમાં ફિલ્મ સિલીઝ થઈ હતી. ગુરુવારે રાતે હું ઈન્દોર પાછી ફરી. શુક્રવારે મેં ઈન્દોરનાં કેટલાક થિયેટરોની વિઝિટ લીધી અને સ્ટેજ ઉપર પરફોર્મન્સ કર્યો. મારા ફેન્સને હું મળી આ એક ઈમોશનલ એક્સપિરિયન્સ હતો. મને તો ખબર જ નહીં કે મારે આટલા બધા ફેન્સ છે. એ વૃદ્ધાએ કહ્યું કે ત્રણ કલાક સુધી ક્યુમાં ઊભી રહીને તેણે મારી ફિલ્મની ટિકિટ મળવી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ