દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જો કે રાહતની વાત એ છે કે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ 50 ટકાથી વધુ છે. કોરોના વાયરસના સંક્રમણથી અત્યાર સુધીમાં 7745 લોકોના મૃત્યુ થયા છે. હાલ દેશમાં કોરોનાના 276583 કેસ નોંધાયેલા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આજે સવારે 9 વાગે અપાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ દેશમાં કોરોનાના 133632 એક્ટિવ કેસ છે જ્યારે 135206 લોકો અત્યાર સુધીમાં સાજા થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા એક્ટિવ કેસની સરખામણીએ 50 ટકા વધુ છે. આ બાજુ નવા કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 9985 નવા કેસ સામે આવ્યાં છે. જ્યારે 279 લોકોના છેલ્લા 24 કલાકમાં કોવિડ 19થી મૃત્યુ થયા છે. રિકવરી રેટ 48.88 ટકા છે.