શુક્રવારે ૮ રાજ્યોમાં રાજ્યસભાની ૧૯ બેઠકો માટે મતદાન યોજાયું હતું. મતદાનને અંતે સાંજે પરિણામો જાહેર કરાયા હતા. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ધારાસભ્યોની ખેંચતાણ અને હોર્સ ટ્રેડિંગનાં આક્ષેપો વચ્ચે મતદાન યોજાયું હતું. મધ્યપ્રદેશમાં ૩માંથી ૨ સીટ ભાજપને ફાળે ગઈ હતી જ્યારે કોંગ્રેસનો એક સીટ પર વિજય થયો હતો જ્યારે રાજસ્થાનમાં ભારે કશ્મકશ વચ્ચે મતદાન યોજાયું હતું જેમાં કોંગ્રેસને ૨ અને ભાજપને ૧ સીટ મળી હતી. એમપીમાં કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં ચૂંટાઈને કોંગ્રેસને લપડાક મારી હતી.