યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવે તેમને પણ સફળતા મળતી દેખાતી નથી. અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક બેઠક યોજાઈ હતી, જેમાં ટ્રમ્પે યુક્રેન યુદ્ધ વિશે વાત કરી હતી. જોકે, હજુ સુધી શાંતિ સમજૂતી શક્ય બની નથી. જોકે હવે ટ્રમ્પે ઝેલેન્સ્કી પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. તેમણે યુક્રેનને ધમકી આપી છે.