કોમનવેલ્થ ગેમ્સ-2023 માટે બિડ રજૂ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને આ મામલે મંજૂરી આપી હતી. આ ઉપરાંત યજમાન સહયોગ કરાર પર હસ્તાક્ષર કરવાની સાથે સાથે જો બિડ સ્વીકારાય તો ગુજરાત સરકારને જરૂરી નાણાંકીય સહાય કરવા માટે પણ મંજૂરી આપી હતી. ટૂંકમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે અમદાવાદ શહેર યજમાન પદ મળી શકે છે તેનુ કારણ એ છેકે, અહીં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રકચર, અત્યાધુનિક સ્ટેડિયમ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.