ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી આફતની સ્થિતિ સર્જાઇ છે, શહેરમાં પણ સતત વરસાદ પડી રહ્યો છે. શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઉપરવાસમાં વરસાદને કારણે ધરોઇ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. જેને પગલે સાબરમતી નદીમાં પાણી આવ્યું છે. ધરોઇ ડેમમાંથી 1 લાખથી વધારે ક્યુસેક પાણી છોડાયુ હતું. જેને પગલે અમદાવાદ રિવરફ્રન્ટના તમામ વોક-વે બંધ કરવામાં આવ્યા હતા. પોલીસ બંદોવસ્ત પણ મુકી દેવામાં આવ્યો છે.