દિલ્હીમાં સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સીજીએસટી)ના અધિકારીઓઓએ ચોક્કસ બાતમીના આધારે બનાવટી બિલ દ્વારા અસ્વીકાર્ય ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઊભી કરવાના રૂપિયા ૧,૨૭૮ કરોડનાં કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. નાણામંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અંદાજિત રૂપિયા ૧૩૭ કરોડની અસ્વીકાર્ય ક્રેડિટ ઊભી કરવાના ઇરાદાથી કામ કરી રહેલી આખી સિન્ડિકેટને ઝડપી લેવામાં આવી છે. તેમણે આ માટે સાત બનાવટી કંપનીઓ ઊભી કરી હતી. સરકારને જીએસટીમાં ચૂનો લગાવી રહેલા કરદાતાઓને શોધી કાઢવા માટે જીએસટીના અધિકારીઓની ટીમે દિલ્હી અને હરિયાણામાં ૯ કરતા વધુ સ્થળોએ દરોડા પાડયા હતા. સરકાર સાથે જીએસટીમાં છેતરપિંડી કરવા માટે આ સિન્ડિકેટ કોઇપણ પ્રકારના માલસામાનની હેરફેર વિના જ બોગસ ઇનવોઇસ અને બિલ તૈયાર કરી રહ્યાં હતાં. તેમની પાસેથી ઝડપાયેલા તમામ ઇ-વે બિલ બનાવટી હતાં.