-
ઉત્તરપ્રદેશ વિધાનસભામાં આજથી શરૂ થયેલા બજેટ સત્રના પહેલાં જ દિવસે સપા અને બસપાએ સાથે મળીને ભાજપ સરકાર અને રાજ્યપાલ રામ નાઇક સામે હાથમાં પોસ્ટરો અને બેનરો દર્શાવીને જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. રાજ્યપાલના સંબોધન વખતે ભારે સૂત્રોચ્ચારો અને હોહાની વચ્ચે વિપક્ષી ધારાસભ્યોએ વેલમાં ધસી જઇને કાગળના ડુચા બનાવીને રાજ્યપાલ સામે ફેંક્યા હતા. સપાના ધારાસભ્યોએ લાલ અને બસપાના ધારાસભ્યોએ વાદળી રંગની ટોપીઓ ધારણ કરેલી હતી. ભારે હોહાની વચ્ચે સપાના એક ધારાસભ્ય સુભાષ પાસી બેહોંશ થઇ જતા તેમને તરત જ વિધાનસભાના દવાખાને લઇ જવામાં આવ્યાં હતા. મુખ્યમંત્રીએ વિપક્ષ દ્વારા ધાંધલધમાલની ભારે ટીકા કરી છે.