રશિયાએ દાવો કર્યો હતો કે અમારા સુરક્ષાદળોએ છેલ્લા 24 કલાકમાં યુક્રેનના ડોનત્સક ક્ષેત્રના વધુ બે ગામડા પર કબજો મેળવી લીધો છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમી સૈન્ય જૂથો દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં સેરેન્દે અને ક્લેબન બાઇક ગામડા પર હવે રશિયન સૈન્યનો કબજો છે.