ચીન સાથેના તણાવની વચ્ચે રશિયાએ ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની સ્થાયી સભ્યતા વિશે સમર્થન કર્યું છે. રશિયાએ સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્ય પદ માટે ભારતની ઉમેદવારીનું સમર્થન કર્યું છે. રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે, મંગળવારે અમે સંયુક્ત રાષ્ટ્ર સાથે સંભવિત સુધારાને લઈને વાત કરી હતી અને ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું સ્થાયી સભ્ય બને કારણકે તે એક મજબૂત ઉમેદવાર છે અને ભારતની ઉમેદવારીનું રશિયા હંમેશા સમર્થન કરતું આવ્યું છે. અમારૂ માનવું છે કે ભારત સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બની શકે છે.