ગઈકાલે 14 જૂલાઈ, સોમવારના રોજ સાબર ડેરી ખાતે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું, પોલીસના વાહનો તેમજ સાબર ડેરી ના મિલકતને નુકસાન થયું હતું. ત્યારે સાબર ડેરીમાં તોડફોડ મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે.
બાયડના પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ સહિત રણજીતસિંહ સોલંકી, સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિત કુલ 74 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ ઉપરાંત 1000 લોકોના ટોળા સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જ્યારે 47 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે 125, 189, 121, 109 સહિતની કલમ લગાવીને ફરિયાદ નોંધી છે.આ મામલે LCB પોલીસ તપાસ કરશે.