ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં કુલભૂષણ જાધવને પાકિસ્તાનમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા વિરુદ્ધ ભારત તરફથી દલીલો રજૂ કરી રહેલા જાણીતા વકીલ હરીશ સાલ્વે માત્ર 1 રુપિયાની ટોકન ફી પર કામ કરી રહ્યા છે. આ ખુલાસો વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કર્યો છે. સિનિયર વકીલ હરીશ સાલ્વેએ સોમવારે ICJમાં ભારત તરફથી કુલભૂષણ જાધવના બચાવામાં જોરદાર દલીલો રજૂ કરી હતી. પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને ફાંસીની સજા ફટકાર્યા બાદ માત્ર ટોકન ફી લઈને હરીશ સાલ્વેએ જાધવને બચાવવાનું બીડું ઝડપ્યું છે.