સૌરાષ્ટ્ર યુનિર્વિસટી પરીક્ષાના ચોથા તબક્કાનો પ્રારંભ થયો અને આજે પ્રથમ દિવસે જ સાત કોપીકેસ થયા છે અને તેમાંથી પાંચ તો ભાવી શિક્ષકો યાને કે બી.એડ.ના છાત્રો છે.
યુનિર્વિસટીની ટીમો આજે છ કેન્દ્રો ઉપર ચકાસણી કરવા દોડાવાઈ હતી જેમાંથી જુનાગઢમાં બી.એડ. સેમેસ્ટર ૨માં બે કોપીકેસ તેમજ મોરબીમાં બી.એડ. સેમેસ્ટર ૨માં ૩ કોપીકેસ નોંધાયા હતા. આ પાંચે બી.એડ.ના છાત્રો ભવિષ્યના શિક્ષકો છે.