સુપ્રીમ કોર્ટે ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા પર સ્ટે મૂક્યો છે. 23 જૂનના અષાઢી બીજના પર્વ પર દર વર્ષે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નિકળે છે અને તેમાં લાખો ભક્તો તેમના દર્શન માટે જોડાતા હોય છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડે તેમજ જસ્ટિસ દીનેશ મહેશ્વરી અને એ એસ બોપન્નાની ખંડપીઠે જનહિતને ધ્યાનમાં રાખતા નાગરિકોના સ્વાસ્થ્ય તેમજ સુરક્ષા હેતુ ચાલુ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવા સામે સ્ટે આપ્યો છે. ચીફ જસ્ટિસે ટિપ્પણી કરતા કહ્યું કે, ‘મહામારી વચ્ચે લાખો લોકો એકત્ર થાય છે તે રથયાત્રાને અમે મંજૂરી આપશું તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે.’