Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસ (Corona Virus) મહામારી વચ્ચે જનજીવન સામાન્ય કરવાની કોશિશ સતત ચાલુ છે. 21 સપ્ટેમ્બરથી જ્યાં રાજ્યોને ધોરણ 9થી 12 સુધી ચાલુ કરવાની મંજૂરી અપાઈ હતી. ત્યાં હવે 15 ઓક્ટોબર પછી ભારત સરકારના શિક્ષણ મંત્રાલયે શાળા (Schools reopen) , કોલેજો ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે આમ છતાં ખોલવી કે નહીં તે રાજ્ય સરકાર પર નિર્ભર રહેશે. શિક્ષણ મંત્રાલયે અનલોક 5.0 માટે ગાઈડલાઈન્સને વિશે ટ્વીટ કરી છે અને વિસ્તારથી દરેક વાતની જાણકારી આપી છે. જો કે હાલ આ છૂટ ફક્ત નોન કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવતા વિસ્તારો માટે જ અપાઈ છે. શાળાઓ ક્યારથી ખોલવી તે તારીખ રાજ્ય સરકારો નક્કી કરશે.
શિક્ષણ મંત્રાલયે શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર કરી દીધી છે. જેના આધારે રાજ્યોએ પોતાની માર્ગદર્શિકા ફ્રેમ કરવાની રહશે. શાળાઓ ખોલવાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અગાઉ બહાર પડી ચૂકી છે. જેમાં કોવિડ સંબધિત સાવધાનીઓ અંગે વિસ્તૃત જાણકારી અપાઈ છે. આવો જાણીએ નવી ગાઈડલાઈન્સમાં શું છે.
શાળાઓ, કોચિંગ સંસ્થાઓ ખોલવા માટે માર્ગદર્શિકા...

ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન આપવામાં આવશે.
જો વિદ્યાર્થી ઓનલાઈન ક્લાસ અટેન્ડ  કરવા માંગે તો તેમને તે અંગે મંજૂરી આપી શકાય.
વિદ્યાર્થીઓ ફક્ત માતા પિતાની લેખિત મંજૂરી બાદ જ શાળા/કોચિંગ ક્લાસમાં આવી શકે. તેમના પર હાજરીનું કોઈ દબાણ ન નાખવામાં આવે. 
સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શિક્ષણ વિભાગની SOPના આધારે રાજ્ય પોતાની SOP તૈયાર કરશે. 
જે પણ શાળાઓ ખુલશે તેમણે ફરજિયાત રીતે રાજ્યના શિક્ષણ વિભાગની SOPનું પાલન કરવાનું રહેશે. 
કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ખોલવા માટેના નિયમ
કોલેજ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ક્યારે ખુલશે તેના પર નિર્ણય ઉચ્ચ શિક્ષણ વિભાગ લેશે. તેના માટે ગૃહ મંત્રાલય સાથે વાત  કરવામાં આવશે. શિક્ષણ વિભાગની માર્ગદર્શિકા આ પ્રમાણે છે. 

ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગને પ્રાથમિકતા અને પ્રોત્સાહન
હાલ ફક્ત રિસર્ચ સ્કોલર્સ (Ph.D) અને પીજીના એ જ વિદ્યાર્થીઓ કે જેમણે લેબમાં કામ કરવું પડે છે તેમના માટે જ સંસ્થાનો ખુલશે. તેમાં પણ કેન્દ્રની સહાયતા મેળવનારી સંસ્થાઓમાં, તેમના હેડ નક્કી કરશે કે લેબવર્કની જરૂર છે કે નહીં. રાજ્યોની યુનિવર્સિટીઓ કે પ્રાઈવેટ યુનિવર્સિટીઓ પોતાના ત્યાં સ્થાનિક ગાઈડલાઈન્સ પ્રમાણે ખુલી શકે છે. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ