પતિ-પત્ની સાથે જોડાયેલા એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે પતિ-પત્નીએ ગુપ્ત રીતે રેકોર્ડ કરેલી વાતચીતને છૂટાછેડાના કેસમાં પુરાવા તરીકે રજુ કરી શકે છે. અગાઉ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે કહ્યું હતું કે સંમતિ વગર પતિ કે પત્ની દ્વારા એકબીજાના કોલ રેકોર્ડ ના કરી શકાય, આવુ કરવું પ્રાઇવેસીનો ભંગ છે. જોકે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આ ચુકાદાને રદ કરી નાખ્યો હતો.