સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું છે કે દેશના નાગરિકોએ અભિવ્યક્તિની સ્વતંત્રતાનું મહત્ત્વ સમજવું જોઈએ અને આત્મનિયંમન તથા સંયમનું પાલન કરવું જોઈએ. તેની સાથે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર ચાલતી વિભાજનકારી પ્રવૃત્તિઓ પર અંકુશ લાદવો પડશે. અભિવ્યક્તિની આઝાદી પર કોઈપણ પ્રકારની સેન્સરશિપ ન હોવી જોઈએ તેમ કોર્ટે જણાવ્યું હતું.