વૈશ્વિક બજારોની મજબૂતીની સાથોસાથ ઘરઆંગણે સરકાર દ્વારા આર્થિક સુધારાના વધુ પગલા ભરાવાના પ્રબળ આશાવાદ પાછળ વિદેશી ફંડોની આગેવાની હેઠળ ચોમેરથી ચાલુ રહેલી નવી લેવાલીએ આજે ભારતીય શેરબજારના બે મહત્વના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઊંચા મથાળે હાંસલ કરી વિક્રમ રચ્યો હતો. ઉપરોક્ત અહેવાલો પાછળ નીકળેલ નવી લેવાલીના પગલે બી.એસ.ઇ. સેન્સેક્સ આજે ઇન્ટ્રા ડે પ્રથમ વખત જ ૩૧૦૦૦ની સપાટી કૂદાવીને ૩૧૦૭૪.૦૭ની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા બાદ કામકાજના અંતે ૨૭૮ પોઇન્ટ ઉછળીને ૩૧૦૨૮.૨૧ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. બીજી તરફ એનએસઇનો નિફ્ટી આંક પણ ઊંચા મથાળે ખૂલ્યા બાદ નવી ઝડપી લેવાલી પાછળ ઇન્ટ્રાડે પ્રથમ વખત ૯૬૦૦ની સપાટી કુદાવી ૯૬૦૪.૯૦ની ઓલટાઇમ હાઇને સ્પર્શ્યા બાદ કામકાજના અંતે ૮૫.૩૫ પોઇન્ટ ઉછળીને ૯૫૯૫.૧ની નવી વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો.