લિવ-ઇન રિલેશનમાં રહેતાં સ્ત્રી-પુરુષ દ્વારા પરસ્પરની સંમતિથી માણવામાં આવેલ સેક્સ રેપ ગણી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં ઠરાવ્યું છે. અંકુશ બહારના સંજોગોને કારણે જો પુરુષ સ્ત્રી સાથે લગ્ન ન કરી શકે તો તેવા કિસ્સામાં સ્ત્રી સાથે કરવામાં આવેલ સેક્સને રેપ ન ગણાય તેમ કોર્ટે જણાવ્યું હતું. મહારાષ્ટ્રની એક નર્સ કેટલાક સમય માટે ડોક્ટર સાથે લિવ-ઇન રિલેશનમાં રહી હતી, તેણે ડોક્ટર સામે કરેલી એફઆઈઆરને કોર્ટે રદ કરી હતી. કોર્ટે સ્પષ્ટતા કરતાં કહ્યું કે, રેપ અને સંમતિથી કરવામાં આવેલ સેક્સ વચ્ચે ઘણો મોટો તફાવત છે. આવા કિસ્સામાં પ્રતિવાદી ફરિયાદી કે પીડિતા એટલે કે સ્ત્રી સાથે ખરેખર લગ્ન કરવા માગે છે કે કેમ અથવા તો તેનો ઇરાદો ફક્ત વાસના સંતોષવા બદઇરાદાથી સ્ત્રી સાથે લગ્ન કરવાનું ખોટું વચન આપે છે તેની કોર્ટ દ્વારા ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે છે.