તારીખ 28મી મેના રોજ ફેસબુક પર બપોરે 1 વાગ્યાની આસપાસ કલદર (પ્રોફાઈલનું પૂરું નામ નથી લખ્યું)નામના પ્રોફાઈલ ધારકે એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં “અહમદાબાદ ઓર સુરત 14 દિન કે લીયે સેના કે હવાલે” ના મથાળા હેઠળ “ગુજરાત સરકાર કી બેઠક ચલ રહી હૈ,કિસી ભી સમય પર અહમદાબાદ પૂર્ણત બંધ કી ઘોષણા કી જાયેગી. સિટી આર્મી કો સોંપને જા રહે હૈ, હો શકતા હૈ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરે. શાકભાજી-કિરાણા કા સ્ટોક કર લો. અહમદાબાદ કે કિસી ભી દોસ્તો કો સુચિત કરે.” આ પ્રકારની ભ્રામક પોસ્ટ કરનાર શખ્સને સાયબર સેલે ઓળખી લઈ ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે પોસ્ટ વાયરલ થયાના ગણતરીના કલાકોમાં કોઈ કડક લોકડાઉન નથી થવાનું અને ગભરાવાની કોઈ જરૂર નથી તેવી જાહેરાત કરી હતી.