મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી બનવાના આશરે 29 દિવસ બાદ શિવરાજસિંહ ચવ્હાણે પોતાની કેબિનેટની રચના કરી અને મંગળવારે રાજભવનમાં 5 મંત્રીઓએ શપથ લીધા હતા. ત્યારે કેબિનેટની રચનાના 24 કલાક બાદ આજે શિવરાજે વિભાગોની વહેચણી કરી દીધી છે. શિવરાજે ટ્વીટર દ્વારા મંત્રીઓના વિભાગની જાણકારી આપી હતી. વરિષ્ઠ નેતા નરોત્તમ મિશ્રાને ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના સંકટ વચ્ચે વિપક્ષ તરફથી સતત હુમલો કરવામાં આવતો હતો કે રાજ્યમાં કોઇ પણ સ્વાસ્થ્ય મંત્રી નથી, એવામાં હવે સરકાર તરફથી તુરંત કેબિનેટ મંત્રીઓના વિભાગની વહેચણી કરી દેવામાં આવી છે.
ક્યા મંત્રીને ક્યુ પદ?
1. નરોત્તમ મિશ્રા- ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય
2. તુલસીરામ સિલાવટ- જલ સંસાધન મંત્રાલય
3. કમલ પટેલ- કૃષિ મંત્રાલય
4. ગોવિંદ સિંહ- ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રાલય
5. મીના સિંહ- આદિ જાતિ કલ્યાણ મંત્રાલય