Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હાલ ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રશ્નોતરીકાળમાં રાજ્યમાં કુપોષિત બાળકો અંગે ખુલાસો થયો છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણમંત્રીએ જણાવ્યું કે, 9 જુલાઈ 2019ના રોજ રાજ્યમાં 1 લાખ 42 હજાર 142 કુપોષિત બાળકો હતા. જે 27 ફેબ્રુઆરી 2020ના રોજ 3 લાખ 83 હજાર થયા છે. આમ છેલ્લા 6 મહિનામાં જ કુપોષિત બાળકોની સંખ્યામાં 2 લાખ 41 હજાર 698નો વધારો થયો છે. તેમાં પણ જુલાઈ 2019માં બનાસકાંઠામાં 6071 કુપોષિત બાળકો હતા. જેમાં છેલ્લા છ મહિનામાં 22,194 કુપોષિત બાળકોનો વધારો થયો છે અને કુપોષિત બાળકોની સંખ્યા 28,265 પર પહોંચી છે.

સૌથી વધુ કુપોષિત બાળકો ધરાવતા 5 જિલ્લા

રાજ્યમાં સૌથી વધુ કુપોષિત બાળકો બનાસકાંઠા જિલ્લામાં 28,265 છે. ત્યાર બાદ 26,021 બાળકો સાથે આણંદ બીજા ક્રમે, 22,613 બાળકો સાથે દાહોદ ત્રીજા ક્રમે, વડોદરા 20,806 બાળકો સાથે ચોથા ક્રમે અને 20036 બાળકો સાથે પંચમહાલ પાંચમાં નંબર પર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ