ભાજપનેતા જયંતી ભાનુશાળી સોમવારની મધ્યરાત્રિએ સયાજીનગરી એક્સપ્રેસમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે લગભગ એક વાગ્યાની આસપાસ ચાલુ ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં ઘૂસીને અજાણ્યા હુમલાખોરોએ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પ્રદેશ ભાજપના પૂર્વ ઉપપ્રમુખ, અબડાસાના પૂર્વ ધારાસભ્ય અને કચ્છના મોટા ગજાના વિવાદાસ્પદ નેતા ભાનુશાળીને આંખ તથા છાતીના ભાગે એમ કુલ બે ગોળી ધરબી તેમની ઘાતકી હત્યા નીપજાવી હતી. સુરતની એક યુવતી સાથે દુષ્કર્મના આરોપી, નલિયાકાંડમાં પણ સંડોવણીની આશંકા અને અબડાસાના અન્ય પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સાથેની દુશ્મનાવટથી વિવાદમાં રહેલા જયંતી ભાનુશાળીની કરપીણ હત્યાથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.