કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સતત ચૂંટણી પંચ પર મતદાર યાદીમાં છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. તાજેતરનો મામલો કર્ણાટકનો છે જ્યાં રાહુલ ગાંધીએ એક લાખ મત ચોરી કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે ચૂંટણીપંચ દ્વારા મત ચોરી કરવામાં આવી રહ્યા છે. આ કિસ્સામાં ચૂંટણી પંચે તેમને એક સોગંદનામું મોકલ્યું હતું અને કહ્યું હતું કે આના પર હસ્તાક્ષર કરો કે તમે જે કહી રહ્યા છે તે સાચું છે. જો તે ખોટું જણાશે તો તમારી સામે કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અત્યાર સુધી, રાહુલ ગાંધી કે કોંગ્રેસ તરફથી આ સોગંદનામા અંગે કોઈ જવાબ આવ્યો નથી.