છેલ્લાં ઘણાં દિવસોથી ઉત્તરાખંડમાંથી તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. એવામાં મંગળવારે (5 ઓગસ્ટ) ભારે વરસાદ દરમિયાન ભૂસ્ખલન થયું હતું. આ સાથે નદીઓમાં ઘોડાપૂર આવતા વડોદરાના 5 પ્રવાસીઓ ત્યાં ફસાઇ ગયા હતા, જેને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.
141 ગુજરાતી સહિત 409 પ્રવાસીનું રેસ્ક્યુ
મળતી માહિતી મુજબ, ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં વાદળ ફાટવાની ઘટના અને ભૂસ્ખલનથી જનજીવન ખોરવાયું છે. ધરાલી ગામમાં વાદળ ફાટવા અને ખેર ગંગા નમદીમાં પૂર આવવાના કારણે લાખો ટન કાટમાળમાં આખેઆખું ગામ સમાઈ ગયું છે. જેમાં અનેક લોકો હજુ સુધી ગુમ છે.