PM મોદી આજે દિલ્હીમાં કર્તવ્ય પથ પર સ્થિત કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે. દિલ્હીમાં વિવિધ ઇમારતોમાં ફેલાયેલા કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો ટૂંક સમયમાં કર્તવ્ય પથની બંને બાજુએ બનાવવામાં આવી રહેલા કર્તવ્ય ભવનોમાં જોવા મળશે. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો માટે આવી કુલ દસ ઇમારતો બનાવવામાં આવનાર છે.
આમાંથી કર્તવ્ય ભવન-3 પૂર્ણ થઈ ગયું છે, તેનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ બપોરે 12.15 વાગ્યે કરશે. આ ઉપરાંત, તેઓ સાંજે 6 વાગ્યે કર્તવ્ય પથ પર જાહેર સભાને સંબોધશે. મંત્રાલયોના અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેમાં હાજર રહેશે.