સંસદ 2025 નું ચોમાસુ સત્ર 21 જુલાઈના રોજ શરૂ થયું હતું, પરંતુ બંને ગૃહોની કાર્યવાહી એક પણ દિવસ સુચારુ રીતે ચાલી શકી નથી. બિહાર વિધાનસભા ચૂંટણી 2025 પહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ના મુદ્દા પર વિપક્ષ સતત વિરોધ કરી રહ્યા છે. આનાથી ગૃહની કાર્યવાહી પર અસર પડી રહી છે.