કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વખત PPE કિટની અછત અને ખરાબ ગુણવત્તાને લઇને પ્રશ્ન ઉભા કર્યા છે. કોંગ્રેસ વર્કિંગ કમેટી (CWC)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કિટની ખરાબ ક્વોલિટી પર ચિંતા વ્યક્ત કરી અને સાથે જ કહ્યું કે, દેશમાં કોરોના ટેસ્ટિંગ હજું પણ ઓછી સંખ્યામાં થઇ રહ્યાં છે, તે ખુબ જ ગંભીર વાત છે.
મોદી સરકાર પર આરોપ લગાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે વારં-વાર વડાપ્રધાનને કહ્યું છે કે, ટેસ્ટિંગનો કોઈ જ વિકલ્પ નથી. તે છતાં પણ ટેસ્ટિંગ ઓછા થઇ રહ્યાં છે અને PPE પણ સારી ક્વોલિટીના નથી. અમે ઘણા બધા સૂચનો આપ્યા, પરંતુ સરકાર તેમને અમલમાં લાવવા માટે કોઈ જ સક્રિયતા બતાવી રહી નથી.
બેઠકમાં સોનિયા ગાંધીની માંગ કરી કે ગરીબ-મજૂરો-ખેડૂતોના ખાતામાં તરત જ 7500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે. ખેડૂતોને ખાતર ઉપલબ્ધ કરાવવા માટે તરત જ પગલા ભરવામાં આવે. સોનિયા ગાંધીએ કહ્યું કે, અમે કોરોના વોરિયર્સને સલામ કરવી જોઇએ. તમામ હેલ્થ વર્કર, જે જરૂરી ઉપકરણ વગર ફિલ્ડ પર કામ કરી રહ્યાં છે.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે, પ્રવાસી મજૂર હજું પણ ફસાયેલા છે, બેરોજગાર છે અને ઘરે પરત ફરવા માટે રાહ જોઇ રહ્યાં છે. તેઓ સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે. સંકટના આ સમયમાંથી બચેલા રહેવા માટે તેમને ખાદ્ય સુરક્ષા અને નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવું જોઇએ. ત્રણ અઠવાડિયાઓમાં મહામારી ખુબ જ ઝડપી વધી છે.