ગોવાના શિરગાંવમાં આયોજિત શ્રી લરાઈ 'જાત્રા' દરમિયાન એક દુ:ખદ ઘટના બની હતી. જાત્રા વચ્ચે નાસભાગ મચી જવાને કારણે 7 લોકોના કચડાઈ જતા મોત થયા જ્યારે 30 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોવા મેડિકલ કોલેજ (GMC) અને માપુસા સ્થિત ઉત્તર ગોવા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.