કોરોના મહામારી સામે સારવાર મુદ્દે એક મહત્વની ખબર સામે આવી છે. ટ્રાયલમાં ખુલાસો થયો છે કે COVID-19ના હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને જેનેરિક સ્ટેરોયડ ડેક્સામેથાસોનનો એકદમ હળવો ડોઝ આપવાથી સંક્રમણના સૌથી ગંભીર કેસમાં પણ એક તૃતીયાંશ મૃત્ચુદર ઘટાડી શકાય એમ છે. આ પરિણામને કોરોના મહામારી વિરુદ્ધ મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. આ ક્લીનિકલ ટ્રાયલ બ્રિટનના વિજ્ઞાનીઓએ કર્યો હતો RECOVERY નામ આપવામાં આવ્યુ છે.
વિજ્ઞાનીઓ મુજબ ડ્રગને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ માટે પ્રાથમિકતાના ધોરણે સામેલ કરવુ જોઇએ.
ક્લીનિકલ ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેરસ માર્ટિન લેન્ડ્રેનુ કહેવુ છે કે COVID-19ના એવા દર્દીઓ જે વેન્ટિલેટર કે ઓક્સિજન પર છે, તેઓને સારવારમાં ડેક્સામેથાસોન આપવામા આવે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. આ સારવારનો ખર્ચ પણ સરખામણીએ ઓછો છે.
ડેક્સામેથાસોન, સોજાને ઓછો કરવા માટે અન્ય બીમારીઓમાં વ્યાપક રુપે ઉપયોગમાં લેવાતો સામાન્ય સ્ટેરોયડ છે અને આ એકમાત્ર ડ્રગ છે જેણે મૃત્યુદરમાં ઘટાડો કર્યો છે. બ્રિટનમાં કોરોના વાયરસના રોગીઓને તાત્કાલિક ધોરણે ડેક્સામેથાસોન આપવાની શરુ કરી દેવાયુ છે.