શેરબજારમાં ગત સપ્તાહની તેજીનો માહોલ જળવાઈ રહ્યો છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સકારાત્મક પરિબળોના પગલે આજે ફરી સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઈમ હાઈ થયા હતા. સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં પણ તેજીના પગલે ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા.
સેન્સેક્સ આજે 94.39 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 293.4 પોઈન્ટ ઉછળી 83184.34ની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 25500ના લેવલ તરફ આગેકૂચ કરતાં 24445.70ની ઐતિહાસિક ટોચ નોંધાવવામાં સફળ રહ્યો છે. 11.00 વાગ્યે સેન્સેક્સ 100 પોઈન્ટ આસપાસ અને નિફ્ટી 32.70 પોઈન્ટ ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે