૧ જૂનના સોમવારથી દેશભરમાં લોકડાઉન ૫.૦નો પ્રારંભ થઇ રહ્યો છે. લોકડાઉન ૫.૦માં ૩૦ જૂન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કન્ટેનમેન્ટ ઝોનમાં કોઇપણ પ્રકારની છૂટછાટ નહીં આપવાનો નિર્ણય શનિવારે લેવાયો હતો. પરંતુ સાથેસાથે કન્ટેનમેન્ટ ઝોન બહાર આવેલા વિસ્તારોમાં ૩ તબક્કામાં નિયંત્રણો હટાવી લેવાની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરાત કરાઇ હતી. આ કડીમાં રવિવારે વિવિધ રાજ્યો દ્વારા અનલોક ૧.૦ અંગેની જાહેરાતો કરાઇ હતી. મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક અને ઉત્તરપ્રદેશ સરકારોએ આર્થિક પ્રવૃત્તિઓમાં વેગ આપવાની સાથેસાથે કોરોના વાઇરસના પ્રસારને અટકાવવા માટે કેન્દ્રસરકાર દ્વારા જારી કરાયેલી ગાઇડલાઇનને આધારે અનલોક ૧.૦ તબક્કા માટે ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.