અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પેઇંગ ગેસ્ટ (PG) સંચાલનને લઈને મહત્વપૂર્ણ અને એસ.ઓ.પી જાહેર કરવામાં આવી છે. જેમાં સોસાયટી પાસેથી એનઓસી લેવાની ફરજિયાત રહેશે. એટલું જ નહી એએમસી દ્વારા ફાયર સેફ્ટી, પોલીસ અને એસ્ટેટ વિભાગ પાસેથી ફરજિયાત મંજૂરી લેવાની રહેશે. PG સંચાલકોએ આ નવા નિયમો લાગુ થયાના 30 દિવસની અંદર મહાનગરપાલિકા સમક્ષ અરજી કરીને જરૂરી મંજૂરીઓ મેળવવાની રહેશે. આ નવા નિયમોથી સોસાયટીઓમાં PGના કારણે થતી હેરાનગતિમાંથી રહીશોને મોટી રાહત મળશે.