બિહારમાં ભારતીય ચૂંટણી પંચના આદેશને લઈને વોટર લિસ્ટ રિવિઝનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. વળી, બીજી બાજુ વિપક્ષ આ પ્રક્રિયા દ્વારા મતદારોને મતદાનથી વંચિત કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદીમાં ચેડાં કરવાના આરોપોને નકારી દીધા છે. બિહારમાં SIR મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં ચૂંટણી પંચે કહ્યું કે, 'અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોને દૂર કરવા પોતાની બંધારણીય જવાબદારી નિભાવી રહ્યા છે, જેનાથી મતદારોને કોઈ તકલીફ નથી.'