ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનને (GCMMF) આજે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા છે. દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીની GCMMF ના નવા ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે રાજકોટની ગોપાલ ડેરીના ગોરધન ધામેલિયાની પસંદગી કરવામાં આવી છે. તેઓ આગામી અઢી વર્ષ માટે આ પદ સંભાળશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી થોડા સમય પહેલાં જ મુખ્યમંત્રીને મળ્યા હતા અને ત્યારબાદ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી ડેરીનું નેતૃત્વ સોપવાનો નિર્ણય લીધો છે.