સ્પેસથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવું પહેલીવાર થયું છે જ્યારે એક ખાનગી કંપનીએ ચાંદની સપાટી પર પોતાનું લેન્ડર ઉતાર્યું છે. આ કારનામું કરનારી અમેરિકન કંપનીએ ઈતિહાસ રચી દીધો છે. ઈન્ટૂઇટિવ મશીન્સ નામની હ્યૂસ્ટનની આ કંપની છે. ખાસ વાત એ પણ છે કે ભારતના ઈસરો તરફથી ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લેન્ડિંગના અંદાજિત 6 મહિના બાદ આ ખુશખબર આવી છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન ઉતારનાર દુનિયાનો પહેલો દેશ બન્યો હતો. આના થોડા દિવસ પહેલા રશિયા માનવરહિત લૂના-25 યાન બેકાબૂ થઈને ચંદ્ર પર પટકાયું હતું. તેવામાં ચંદ્રયાન-3 મિશનની સફળતાને દુનિયામાં ખુબ વખાણાઈ હતી.