કાયદેસરની મંજૂરી વગર કોરોનાની સારવારમાં વપરાતી દવા માટે સુપ્રીમે કેન્દ્રને નોટિસ ફટકારી છે. બે દવાઓ રેમડેસિવિર અને ફેવિપિરાવિરનો વેલિડ લાઇસન્સ વગર કોવિડ-૧૯ની સારવારમાં ઉપયોગ થાય છે તેવા આક્ષેપના સંદર્ભમાં સુપ્રીમે કેન્દ્રનો જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ એસએ બોબડેની આગેવાની હેઠળની એક બેન્ચે અરજીના સંદર્ભમાં કેન્દ્રને નોટિસ આપી છે, ચાર સપ્તાહમાં જવાબ રજૂ કરવા જણાવ્યું છે. એડવોકેટ એમએલ શર્માએ ૧૫ ઓક્ટો.ના વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલને ટાંકીને બેન્ચ સમક્ષ રજૂઆત કરી હતી કે હવે અત્રે આ દવાઓ સત્તાવાર રીતે કોરોના વાઇરસની દવા તરીકે નિયુક્ત કરવામાં આવી રહી છે. બેન્ચે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારને આ બાબતથી માહિતગાર કરવી જોઈએ અને તેથી નોટિસ ઈશ્યૂ કરવામાં આવી છે.