કોરોના વાયરસના કારણે બિહારની ચૂંટણી સ્થગિત નહીં થાય. સુપ્રીમ કોર્ટ શુક્રવારે કહ્યું કે, COVID-19ના કારણે ચૂંટણી રોકી ના શકાય. આ સાથે જ સર્વોચ્ચ અદાલતે બિહારના કોરોના મુક્ત થવા સુધી વિધાનસભા ચૂંટણી ટાળવાની માંગ કરતી અરજી ફગાવી દીધી છે.
જસ્ટિસ અશોક ભૂષણની આગેવાની ધરાવતી પીઠે કહ્યું કે, કોરોના મહામારીના આધારે ચૂંટણી સ્થગિત ના કરી શકાય. કોર્ટ ચૂંટણી પંચને એ પણ ના કહી શકે કે, આ મામલે શું કરવું જોઈએ?
અરજકર્તાએ કોર્ટ સમક્ષ તર્ક રજૂ કર્યો હતો કે, આ ચૂંટણી રોકવી જોઈએ. જો કે પીઠે જવાબ આપ્યો કે, અને ચૂંટણી પંચને ચૂંટણી ના યોજવા માટે કેવી રીતે કહી શકીએ? અરજકર્તાએ ભારપૂર્વક કહ્યું કે, કાયદામાં જોગવાઈ છે કે, અસાધારણ પરિસ્થિતિઓમાં ચૂંટણી સ્થગિત કરાવી શકાય છે. જેનો કોર્ટે જવાબ આપ્યો કે, આ નિર્ણય ચૂંટણી પંચે કરવાનો છે કોર્ટને નહીં.
અરજકર્તાએ કોર્ટમાં કહ્યું કે, ચૂંટણી કરતાં લોકોની જિંદગી બચાવવી જરૂરી છે, લોકો કોરોના વાયરસના સંક્રમણને કારણે પીડિત છે. પીઠે કહ્યુ કે, તેઓ એવો કોઈ આદેશ ના આપી શકે અને આ અરજી પર પુનર્વિચાર પણ ના કરી શકાય, કારણ કે રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે નોટીફેકેશન હજુ જાહેર નથી કરવામાં આવ્યું અને આ અરજી સમય કરતાં પહેલા છે.