Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે, ત્યારે સુરતમાં IPS હરિકૃષ્ણ પટેલ કોરોના સંક્રમિત થયા છે. તેમને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ આઈસોલેટ કર્યા છે. સુરતમાં OSD તરીકે હરિકૃષ્ણ પટેલ સેવા આપે છે. એટલું જ નહીં, હરિકૃષ્ણ પટેલના કમાન્ડો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

સુરતમાં ત્રીજા IPS અધિકારી કોરોનાથી સંક્રમિત થયાના અહેવાલ છે. સુરતમાં કોરોનાના કેસો વધવાના કારણે ઘણા મોટા વિસ્તારમાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે. આ કન્ટેન્મેન્ટ ઝોનની સુપરવિઝનની જવાબદારી આઈજી હરિકૃષ્ણ પટેલને સોંપાઇ હતી. આ વિસ્તારમાં કામ કરવાના કારણે તેઓ સંક્રમિત થયા હોવાનું મનાઇ રહ્યું છે. સુરતના આઈજી હરિકૃષ્ણ પટેલને કોરોના પોઝિટિવ હોવાના લક્ષણો દેખાતા તેમણે રિપોર્ટ કરાવ્યો હતો અને રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરેન્ટાઈન થયા છે.

અગાઉ સુરત શહેરમાં પ્રોબેશનલ IPS સુશિલ અગ્રવાલ બંદોબસ્તમાં આવ્યા હતા ત્યારે તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સુરતના મહિલા ડીસીપી વીધી ચૌધરીનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. હવે આઈજી હરિકૃષ્ણ પટેલનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ