પૂર્વ લદ્દાખમાં ચીન અને ભારતે ૩ સ્થળેથી સેનાઓ ૨.૫ કિલોમીટર પાછી ખેંચવાનો નિર્ણય કરતા સરહદ પરનો તણાવ થોડો ઘટયો છે પરંતુ ભારત સ્પષ્ટપણે માને છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એલએસી ખાતે તહેનાત કરેલા ૧૦,૦૦૦થી વધુ જવાન, આર્ટિલરી અને ટેન્ક રેજિમેન્ટ પાછા નહીં ખેંચે ત્યાં સુધી તણાવ સંપૂર્ણપણે દૂર નહીં થાય. લદ્દાખમાં સરહદ પર સર્જાયેલા તણાવને ઓછો કરવા બુધવારથી ભારત અને ચીન વચ્ચે મેજર જનરલ સ્તરની મંત્રણા શરૂ થઇ હતી. આ પહેલાં વિશ્વાસવર્ધક પગલાં તરીકે બંને દેશોએ ગાલવાન વેલી, પેટ્રોલિંગ પોઇન્ટ ૧૫ અને હોટ સ્પ્રિંગ ખાતેથી બેથી અઢી કિલોમીટર સેનાઓ પાછી ખેંચી હતી.