આતંકવાદ સામેના અભિયાનમાં સુરક્ષા એજન્સીઝને ગુરૂવારે મોટી સફળતા મળી. જ્યાં પાંચ રાજ્યોની પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ સંયુક્ત અભિયાન હાથ ધરીને ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે જાલંધર (પંજાબ), બિજનૌર (ઉત્તર પ્રદેશ) તથા મુંબઈ (મહારાષ્ટ્ર)માંથી એક એક સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ એટીએસ (એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ)ને સાથે રાખીને આ કાર્યવાહી હાથ ધરી છે.