ભારતમાં કોરોનાના પ્રસારને અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા ૨૪ માર્ચથી ૧૪મી એપ્રિલ સુધી લદાયેલા ૨૧ દિવસના લોકડાઉનને વધુ બે સપ્તાહ માટે લંબાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સહમત થઈ છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે યોજેલી ૪ કલાક ૧૦ મિનિટની મેરેથોન બેઠક યોજી હતી. બેઠકમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉન વધુ બે સપ્તાહ લંબાવવા પર ભાર મૂક્યો હતો.