રાજ્યો દ્વારા કોરોના સામે લડવાની તૈયારી કેવી છે અને લોકડાઉનનું પાલન કેવું થાય છે તેની સમીક્ષા કરવા અને રાજ્યોને સૂચના આપવા કેન્દ્ર સરકાર દ્વારા ૬ ટીમ બનાવવામાં આવી છે. આ ૬ ટીમ પૈકી પાંચ ટીમ વિપક્ષી શાસિત રાજ્યોમાં મોકલવામાં આવતા હોબાળો મચ્યો છે. કેન્દ્રની એક ટીમ પશ્ચિમ બંગાળ જવાની છે આથી મમતા વિફર્યા છે. તેમણે કેન્દ્રનાં આ પગલાંનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ફિલ્ડ એસેસમેન્ટ માટેની પાંચ ટીમ મહારાષ્ટ્રના પૂણે, રાજસ્થાનના જયપુર, પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવરા, મિદનાપોર ઈસ્ટ, નોર્થ ૨૪ પરગણા, દાર્જિંલિંગ, કાલિમપોન્ગ અને જલપાઈગુરી તેમજ મધ્યપ્રદેશનાં ઇન્દોર જવાની છે.