સંસદમાં પસાર કરવામાં આવેલા કૃષિ બિલનો એક બાજુ વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે લોકસભામાં ૬ રવી પાકના ટેકાના લઘુતમ ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઈસ- MSP)માં વધારો કર્યો હતો. ઘઉંના MSPમાં ક્વિન્ટલદીઠ રૂ. ૫૦, ચણાના MSPમાં રૂ. ૨૨૫, મસૂરમાં રૂ. ૩૦૦, સરસવમાં રૂ. ૨૨૫, જવમાં રૂ. ૭૫ તેમજ કેસરના MSPમાં રૂ. ૧૧૨નો વધારો જાહેર કર્યો હતો.
પીએમ મોદીનાં વડપણ હેઠળની આર્થિક બાબતોની કેબિનેટ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યા પછી કેન્દ્રીય કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમર દ્વારા લોકસભામાં છ રવી પાકનાં સમર્થન મૂલ્યમાં વધારાની જાહેરાત કરવામાં આવી હતી. તોમરે જણાવ્યું હતું કે ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે પણ MSP તેમજ APMCની સિસ્ટમ દેશભરમાં ચાલુ રહેશે.