કોરોનાની મહામારી વચ્ચે પીએમ મોદીએ ગુરુવારે ખાનગી ક્ષેત્રને કોલસાની ખાણનાં કોર્મિશયલ ખાણકામ કરવાની છૂટ આપીને કોલસાની ૪૧ ખાણોની હરાજીનો પ્રારંભ કર્યો હતો. આને કારણે ઊર્જાક્ષેત્રે ભારત આત્મનિર્ભર અને સ્વાવલંબી બની શકશે. તેમણે કહ્યું હતું કે કોરોનાએ ભારતને આત્મનિર્ભર બનતા શીખવ્યું છે. આપણે આફતને અવસરમાં બદલવાની છે. આપણે સૌએ આત્મનિર્ભરનો મંત્ર અપનાવીને દેશમાં કરવામાં આવતી આયાતો ઘટાડવાની છે અને આયાત પરનું અવલંબન ઓછું કરવાનું છે. આપણે આજકાલ જે ચીજવસ્તુઓની આયાત કરીએ છીએ તેની નિકાસ કરવાની છે. ભારત કોરોના સામે લડશે અને જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આપણે આત્મનિર્ભર બનીશું તે ૧૩૦ કરોડ ભારતીયોનો સંકલ્પ છે. કોલસાની ખાણોનાં કોર્મિશયલ ખોદકામ દ્વારા આપણે કોલસા સેક્ટરને દાયકાઓનાં લોકડાઉનમાંથી મુક્ત કરવાનું મહત્ત્વનું પગલું લીધું છે. વાત ભલે કોલસાની હોય પણ આપણે હીરાનાં સપના સાકાર કરવાનાં છે તેવું વિચારીને આગળ વધવાનું છે. ભારત મેક ઇન ઇન્ડિયા દ્વારા તેની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે તેમ છે.