ચૂંટણી પંચે આજે બપોરે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ અને અન્ય વિગતોની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર અચલકુમાર જોતિએ આ જાહેરાત કરી હતી. જે મુજબ ગુજરાતમાં 182 બેઠકો માટે બે તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પહેલા તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે યોજાશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 14મી ડિસેમ્બરે યોજાશે. મતગણતરી 18મી ડિસેમ્બરે યોજાશે. આ સાથે જ ગુજરાતમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.
બે તબક્કામાં યોજાશે મતદાન
9 અને 14 ડીસેમ્બરે મતદાન
89 સીટ પર પહેલા તબક્કામાં
93 સીટ પર બીજાના તબક્કામાં
18 ડીસેમ્બર હિમાચલ પ્રદેશ સાથે જ પરિણામ
મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું..
- 22 જાન્યુઆરીએ વિધાનસભાની અવધિ પુર્ણ
- કુલ 182 સીટ છે
- કુલ 4.33 કરોડ મતદારો
- 99% પાસે ફોટૉ ઓળખપત્ર
- સ્થાનિક લેંગવેજમાં પણ ચૂંટણી સાહિત્ય
- કુલ 50,128 પોલિંગ સ્ટેશન પર મતદાન હાથ ધરાશે
- તમામને વોટર સ્લીપ અપાશે
- દિવ્યાંગો માટે મતદાનની ખાસ વ્યવસ્થા
- સૌપ્રથમ વખત VVPATનો ઉપયોગ
- દરેક ઉમેદવારે એફિડેવિટ ફાઇલ કરવી પડશે
- તમામ કોલમ ભરવી પડશે
- નોટિસ બાદ જો કોલમ રહે તો ફોર્મ રિજેક્ટ થશે
- આચારસંહિતાનો અમલ તાત્કાલિક અસરથી શરુ
- 102 બુથ પર સંપૂર્ણપણે મહિલાઓ ફરજ બજાવશે
- મતદાન મથકો પર સીસીટીવી અને ડિજિટલ કેમેરાની મદદ લેવાશે
- મતદાર કોને વોટ આપ્યો VVPAT મશીન પર 7 સેકન્ડ સુધી જોઇ શકશે
- સંવેદનશીલ મથકોમાં સીઆરપીએફ ફોર્સ મુકાશે
- ઉમેદવારોની ખર્ચ મર્યાદા 28 લાખ
- ચૂંટણી ખર્ચ માટે અલગ ખાતા રહેશે
- ગુજરાતીમાં પણ માર્ગદર્શિકા અપાશે
- ચૂંટણી ખર્ચ માટે ખાસ બેંક ખાતાઓ રહેશે
- 10.46 લાખ નવા મતદાતા ઉમેરાયા, ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતા તમામ વાહનોમાં GPS લગાવાશે
- ખર્ચનો હિસાબ ઉમેદવારોએ 30 દિવસમાં આપવાનો રહેશે, પેઈડ ન્યૂઝના મુદ્દે EC કડક વલણ અપનાવશે
- બલ્ક SMS & જાહેરાત માટે ECની મંજૂરી લેવી પડશે, ઉમેદવારોના ખર્ચ માહિતી ECની વેબ સાઈટ પર મુકાશે