કોરોના મહામારીમાં અનેક પોલીસ કર્મીઓ દેશ માટે ભલે ફ્રન્ટલાઈન વોરિયર ગણાતા હોય, પરંતુ કોરોનાની જવાબદારી વચ્ચે આ પોલીસ કર્મચારીઓ પોતાના પરિવારમાં મોભીની જવાબદારી સુનિશ્ચત રીતે અદા કરે છે. ત્યારે અમદાવાદમાં સોમવારે ફરી એક પોલીસકર્મીએ કોરોના મહામારી સામે લડતા લડતા પોતાનો જીવ ગુમાવ્યો. અમદાવાદના એલ ડિવીઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મુકેશ ઠાકુર થોડા દિવસ અગાઉ કોરોનાની સારવાર લઇ ઘરે પરત ફર્યા હતા. જોકે ત્યારબાદ શ્વાસ લેવામાં તકલીફ પડતા ફરીથી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા અને કોરોના સામે લડતા લડતા તેમનું મોત થયું. અમદાવાદના પોલીસ વિભાગ દ્વારા પણ મુકેશ ઠાકોરના દુખદ અવસાનથી દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યુ છે ત્યારે પરિવારે પોતાના મોભીને ગુમાવ્યા છે.